Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કરાયો :પશુપાલકોમાં ખુશીનો માહોલ

છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત દુધના કિલો ફેટે ભાવમાં વધારો થયો

સાબરડેરી દ્વારા દુધમાં કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહેલી જૂનથી દૂધના નવા ભાવો લાગુ કરી દેવામાં આવશે. સાબરડેરીના આ નિર્ણયથી સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ થશે. સાબરડેરીના સંચાલકો દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત દુધના કિલો ફેટે ભાવમાં વધારો થયો છે.

ગત એક મહિનામાં બીજી વાર દુધના કિલો ફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગત ત્રણ મહિનામાં રૂપિયા 60નો ભાવ વધારો થયો છે. ભાવ વધારાને કારણે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં 100 જેટલા પશુપાલકોએ તબેલા બંધ થયા છે. સાબરડેરીમાં પ્રતિદિન 22.50 લાખ લીટર દૂધની આવક થઇ રહી છે

ત્રણ મહિનામાં રૂપિયા 60નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરીના નવાભાવ મુજબ ભેસના દુધમાં કિલો ફેટે રૂપિયા 650 ચુકવવામાં આવશે જ્યારે ગાયના દુધમાં કિલો ફેટે રૂપિયા 620 ચુકવાશે. પશુપાલકોમાં સાબરડેરી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

(11:28 pm IST)