Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

તારાપુર તાલુકાના ચિતરવાડા ગામે અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતા ચાલકનું કરુણ મોત મોત

તારાપુર: તાલુકાના ચીતરવાડા ગામના કાંસ પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતુ. અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે

અકસ્માતની મળતી વિગતો અનુસાર વડોદરા ખાતે રહેતો ભાવેશભાઈ વાલજીભાઈ પરમાર તારાપુર નજીક આવેલા ચીતરવાડા ખાતે સંબંધી અવસાન પામ્યા હોય તેમના બેસણામાં પોતાનું બાઈક નંબર જીજે-૦૬, એમએ-૬૦૮૧નું લઈને આવી રહ્યો હતો ત્યારે સાડા આઠેક વાગ્યાના સુમારે ચીતરવાડા કાંસ પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું હતુ

(5:49 pm IST)