Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કઠલાલના ફાગવેલમાં ઉછીના પૈસાની બાબતે ઝઘડો કરી સામસામે હુમલો થતા ત્રણને ઇજા

કઠલાલ :તાલુકાના ફાગવેલ તાબે જેથાબાધરના મુવાડામાં રહેતાં મહેન્દ્રભાઈ ધુળાભાઈ રાઠોડે એક વર્ષ અગાઉ તેમના ઘર સામે રહેતાં ઈશ્વરભાઈ કાળાભાઈ રાઠોડના પુત્રની શાળાની ફી ભરવા માટે રૂ.૨૦૦૦ ઉછીના આપ્યાં હતાં

ગતરોજ મોડી સાંજના સમયે ઈશ્વરભાઈ રૂપિયાની માંગણી કરવા ઈશ્વરભાઈના ઘરે ગયાં હતાં. તે સમયે મહેન્દ્રભાઈના નાનાભાઈ કાન્તિભાઈ ધુળાભાઈ રાઠોડે રૂપિયા પરત આપી દેવા ઈશ્વરભાઈ ને જણાવ્યું હતું. જેથી ઈશ્વરભાઈ અચાનક ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલવા લાગ્યાં હતાં. અને ધારીયા વડે કાન્તિભાઈ પર હુમલો કર્યો હતો. કાન્તિભાઈના પત્નિ સુમનબેન અને માતા સુખીબેન છોડાવવા વચ્ચે પડતાં સંગીતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ અને ઈચ્છાબેન કાળાભાઈ રાઠોડ આવી જઈ લાકડીથી તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

 

 

(5:47 pm IST)