Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગળતેશ્વરના સોનીપુરામાં પાણીની મોટર ચાલુ કરવા બાબતે નાના ભાઈએ મોટા ભાઈ ભાભી સાથે ઝઘડો કરી ઢોરમાર મારતા ફરિયાદ

ગળતેશ્વર:તાલુકાના સોનીપુરામાં ટેકરાવાળા ફળીયામાં પાંચાભાઈ પુનમભાઈ માછી પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ તેમના નળમાં પંચાયતના બોરકુવાનું પાણી આવ્યું ના હોવાથી તેઓએ પાણી ભરવા માટે ઘરમાં લગાવેલ પાણીની મોટર ચાલુ કરી હતી. જેથી તેમના નાનાભાઈ સોમાભાઈ પુનમભાઈ માછી ગમેતેમ ગાળો બોલવા લાગ્યાં હતાં અને પાણીની મોટર બંધ કરી દે તેમ કહી પાંચાભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં

ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલા સોમાભાઈએ તેમના મોટાભાઈ પાંચાભાઈને મારમાર્યાં હતાં. સમયે ઘરમાં હાજર પાંચાભાઈની પત્ની કાળીબેન છોડાવવા વચ્ચે પડતાં સોમાભાઈના પુત્ર શાંતિલાલ માછી તેમજ ગીતાબેન માછી અને ડહીબેન માછી આવી ચડ્યાં હતાં અને ચારેય જણાં ભેગા મળી પાંચાભાઈ અને તેમની પત્ની કાળીબેનને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

(5:46 pm IST)