Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગાંધીનગર નજીક ચિલોડામાં રાત્રીના સમયે અગાઉના ઝઘડાની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી મોતનેઘાટ ઉતારી દેતા અરેરાટી

ગાંધીનગર:શહેર નજીક આવેલા ચિલોડા ગામમાં ગઈકાલે રાત્રીના સમયે અગાઉની તકરારની અદાવત રાખી મિત્રએ મિત્ર એવા યુવાનના માથામાં ધોકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને યુવાનના પરિવારજનો તેને ઘરે લઈ ગયા તે દરમ્યાન તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે યુવાન સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે

ઘટના અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો પ્રમાણે ચિલોડાના મોટા પંચવટીવાસમાં રહેતાં મુકેશ માંગીલાલ મારવાડીના મોટાભાઈ સુરેશભાઈ અને તેમનો ગામમાં રહેતો મિત્ર લાલભાઈ ઈશ્વરભાઈ જાની ગાળાગાળી કરી ઘર સામે ઝગડો કરતાં હતા. પરંતુ મુકેશને એવું લાગ્યું હતું કે બન્ને મિત્રો છે અને મજાક કરી રહયા છે તેમ માનીને તે લગ્નમાં જતો રહયો હતો. વહેલી સવારે વાગ્યાના સુમારે તે  ગામમાંથી ઘરે પહોંચ્યો ત્યારે જોયું હતું કે રોડ સાઈડમાં તેનો ભાઈ સુરેશ લોહીથી લથપથ હાલતમાં જોયો હતો અને તે ડઘાઈ ગયો હતો

(5:45 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્ય પ્રકોપઃ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી : બપોરના સમયે અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ જનજીવન અસ્તવ્યસ્ત access_time 11:25 am IST

  • રાજયસભાના ૩ સભ્યો કે જે લોકસભામાં ચૂંટાયા છે તેવા અમિતભાઈ શાહ (ગુજરાત), રવિશંકર પ્રસાદ (બિહાર) અને કની મૌઝી (તામિલનાડુ)એ રાજીનામા આપી દીધા છે access_time 6:16 pm IST

  • સરદાર સરોવર ડેમનું ૧૫૦૦ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો રાજય સરકારનો નિર્ણય : ગોડબોલે ગેટમાંથી ૧૫૦૦ કયુસેક પાણી છોડાશેઃ નદી કાંઠા વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉકેલાશે access_time 11:42 am IST