Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગાંધીનગર મનપાએ જાહેરમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકનારને દંડની જોગવાઈની કાર્યવાહીનો આદેશ આપ્યો

ગાંધીનગર: મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવાની સાથે કોર્પોરેશન વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ બાયલોઝને પણ મંજુર કરી દેવામાં આવ્યો છે એટલે કે શહેરમાં પ૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે

જાહેર પ્લાસ્ટિક ફેંકવા અને બાળવા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટના કલેકશન ઉભા કરવાની જવાબદારી પણ વેપારીઓના માથે રહેશે.પ્રથમ તબક્કામાં પ૦૦ અને ત્યારબાદ રપ૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઈ બાયલોઝ અંતર્ગત કરવામાં આવી છે.  

(5:43 pm IST)