Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગળતેશ્વરના વાડદ ગામે ફાટી નીકળેલ રોગચાળાના કારણે કુલ 70 રેશિયો તેનો શિકાર બન્યા

નડિયાદ,:ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે ફાટી નિકળેલ રોગચાળામાં દર્દીઓની સંખ્યામાં આજે વધારો નોંધાયા છે. અત્યાર સુધી આશરે ૭૦ વ્યક્તિઓ ઝઆડા ઉલ્ટીમાં સપડાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે

જો કે વાળદ ગામે ગતરોજ ઝાડા ઉલ્ટીની બિમારીને કારણે એક શ્રમજીવીનું મોત નિપજ્યા બાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વાડદ ગામે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘેર ઘેર ક્લોરીન અને પાણી ટેન્કર દ્વારા પાણી આપવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ.

ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે ગટરનુ પાણી પીવાની પાઇપ લાઇનમાં મિશ્ર થવાને કારણે આશરે ૭૦ વ્યક્તિઓને અસર થઇ હતી.દસ દિવસ સુધી તંત્ર દ્વારા રહીશોની રજૂઆતોને અવગણતા ગામમાં ગંભીર રોગચાળો ફેલાયો હતો. જો કે એકસામટા ૫૦થી વધુ દર્દીઓ ઝાડા ઉલ્ટીના ભોગ બનતા અને એક વ્યક્તિનું મોત નિપજતા તંત્ર હરકતમાં આવી ગયું  હતું

(5:42 pm IST)