Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદમાં હાઈ સિક્યુરિટી નંબરપ્લેટ લગાવવાની કામગીરીની મુદત વધુ એક વાર લંબાવવામાં આવી

અમદાવાદ: શહેરમાં કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજ્યમાં 16 નવેમ્બર, 2012થી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી./.આર.ટી.. ખાતે શરૂ કરવામાં આવી છે.

રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તા.31/5/2019 જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે જનતાનો આર.ટી../.આર.ટી.. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની તા.31 ઓગષ્ટ 2019 સુધી લંબાવવામાં આવી છે.

(5:38 pm IST)