Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્‍ચે સુરતમાં રાજ્‍યભરમાં સૌથી ઓછુ તાપમાનઃ અન્‍ય તમામ શહેરોમાં પારો 41 ડીગ્રીને પાર

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઇ ગયા છે. ત્યારે મંગળવારે 43.9 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર નોંધાયું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અસહ્ય ગરમીમાં વધારો થતા લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળે છે. ત્યારે ત્યારે સાંજ બાદ વાતાવરણમાં બફારો વધી જતાં લોકો અકળાયા હતા.

હવામાન વિભાગે આગામી 4 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર રહેવાની આગાહી કરી છે. ત્યારે અમદાવાદનું તાપમાન 43.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. સાથે 43.9 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર નોંધાયું છે. જો દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સૌથી વધુ તાપમાન 47.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે દેશની રાજધાની દિલ્લીમાં તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે.

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

તો બીજી તરફ અમદાવાદમાં તાપમાનનો પારો 43.8 ડિગ્રીએ પહોંચતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી એક સપ્તાહ જનતા માટે આકરો બની રહેશે. કારણ કે, 1 જુન સુધી ગરમીનો પારો 43 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડા

શહેર                 તાપમાન

અમદાવાદ        43.8

રાજકોટ             43.3

અમરેલી            43.2

વડોદરા            42.0

ભુજ                  41.1

સુરત                36.6

(5:14 pm IST)