Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સંજીવ ભટ્ટ સામે કસ્ટોડીયલ ડેથ કેસમાં રાજયના પૂર્વ પોલીસ વડા રાજકોટના પૂર્વ પો. કમિ.ની જુબાની લેવાઇ

રોજેરોજ કેસ ચલાવી ર૦ જૂન સુધીમાં કેસ પુરો કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ

રાજકોટ, તા. ર૯ : જામનગરના જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ ડેથ કેસમાં સંડોવાયેલ પૂર્વ આઇ.પી.સી. સંજીવ ભટ્ટ વિગેરે સામે જામનગરની સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે જે કેસમાં રોજે રોજ સુનાવણી કરીને આગામી ર૦ જૂન સુધીમાં કેસ પૂર્ણ કરવાનો સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે.

૧૯૯૦માં અડવાણીજીની રથયાત્રા દરમ્યાન ભારતબંધના એલાનના સંદર્ભમાં જામનગરના જોમજોધપુરમાં કર્ફયુ હોવા છતાં તેનો ભંગ કરવા અંગે કુલ ૧૩૩ શખસોની તે વખતના જામનગર જીલ્લાના એ.એસ.પી. સંજીવ ભટ્ટ સહિતના પોલીસ સ્ટાફે અટકાયત કરીને બેફામ મારકૂટ કરતા તેમાં પ્રભુદાસ માધવજી વૈશ્નાણીનું કસ્ટડીમાં મારકુટ થવા અંગે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ હતું.

આ કેસ હાલમાં જામનગરની સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં ગઇકાલે રાજયના પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેય અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર એચ.પી. સીંગે કોર્ટના વિટનેશ તરીકે જુબાની આપી હતી જે કામમાં મુળ ફરીયાદી અમૃતલાલ માધવજી વૈષ્નાણીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા આ કેસ ડે ટુ ડે ચલાવવા તેમજ તા. ર૦ જૂન પહેલા આ કેસ પૂર્ણ કરવા આદેશ કરેલ છે.

આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. રાજકોટના તુષાર ગોકાણી તથા
એમ.એ. મહેતા રોકાયા છે. આરોપીઓ વતી જામનગરના હર્ષદભાઇ ભટ્ટ, પરેશભાઇ બુચ, આર.ઝેડ શેખ રોકાયા છે.

(3:40 pm IST)