Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જીતને ખેલદીલીથી સ્વીકારીએ સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, હારથી નિરાશ ન થવું ને જીતથી ગર્વ ન કરવો : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

SGVP ગુરુકુલ રીબડા ખાતે ફર્સ્ટ સિનીયર કેસ્ટોબોલ નેશનલ ચેમ્પીયન સ્પર્ધા : ૨૩ રાજ્યોમાંથી ૪૮૦ છાત્રો જોડાયાં

રાજકોટ તા. ૨૯ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVPની નૂતન શાખા SGVP ગુરુકુલ રીબડાના યજમાન પદે, ગુજરાત કેસ્ટોબોલ (cestoball) એસોસીએશન દ્વારા ફર્સ્ટ સિનીયર કેસ્ટોબોલ નેશનલ ચેેમ્પીયન સ્પર્ધાનું તા. ૨૭ થી ૨૯ એપ્રિલ ૨૦૧૯ દરમ્યાન આયોજન કરવામાં અાવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ ગુરુકુલના લીલોતરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો હતો.

    આ સ્પર્ધામાં ભારતના ૨૩ રાજ્યોમાંથી ૪૮૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ભાગ લઇ રહ્યા છે તમામને રહેવા તથા જમવાની વ્યવસ્થા ગુરુકુલમાં જ કરવામાં આવી છે.

    આ ઉદઘાટન સમારોહમાં જયવીરભાઇ ખાચર (ચોટીલા), શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા), ચંદુબાપુ દેશાણી (મામાદેવ મંદિર, ગોંડલ), અશોકભાઇ પીપળીયા (ગોંડળ નગર સેવક સદન), પ્રફુલભાઇ ટોળિયા (ચેરમેન જીઆઇડીસી જામવાળી), ગોપાળભાઇ શીંગાળા (ચેરમેન  માર્કેટીંગ યાર્ડ ગોંડલ), અલ્પેશભાઇ  ઢોલરિયા (પ્રમુખ ગોંડળ ભાજપ), શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામી, વેદાંતસ્વરુપદાસજી સ્વામી (રીબડા ગુરુકુલ), કોઠારી હરિનંદનદાસજી સ્વામી (રીબડા ગુરુકુલ), વિશ્વસ્વરુપદાસજી સ્વામી વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રચાર માટે વિચરણ કરી રહેલ ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ રમતવીરોને આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે ભારતનો દરેક યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય, તેની બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ. ઘડતરના આવા ઉમદા ધ્યેયથી આ એસજીવીપી ઇન્ટરનેશનલ કેમ્પનું સર્જન થયુ છે.

        યુવાનો માટે આ એજીવીપી રમતગમતના ગ્રાઉન્ડને અમે ભગવાનનું મંદિર માનીએ છીએ, રમતના સાધનોને અમે પુજાની સામગ્રી માનીએ છીએ. જીતને ખેલદીલીથી સ્વીકારીએ સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, હારથી નિરાશ ન થવું ને જીતથી ગર્વ ન કરવો. મા ભારતનું ગૌરવ વધારીએ. જેણે જેણે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તેને અમારા અભિનંદન.

પ્રતિ,- કનુભગત 

આદરણીય તંત્રી શ્રી

(12:08 pm IST)