Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અરવલ્લી જીલ્લા અભયમ-૧૮૧ ટીમે ચોઈલામા સગીરાના લગ્ન અટકાવ્યા

સગીરાના માતા પિતા પરિવારજનોએ સમજાવી બાળલગ્ન પ્રતિબંધ અંગે સમજણ આપી:લગ્ન બંધ કરાવ્યા

અરવલ્લી જીલ્લા અભયમ-૧૮૧ ને ચોઈલા ગામે ૧૬ વર્ષીય સગીરાના લગ્ન અટકાવ્યા હતા બાળલગ્ન થતા હોવાનો કોલ મળતા અભયમ ટીમના જીજ્ઞેશા બેન, પિન્ટુ બેન અને પાયલોટ જીતેન્દ્ર ભાઈએ લગ્ન અટકવાવા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી અને બાયડ પોલીસ સ્ટેશનના સહયોગથી ૧૬ વર્ષીય સગીરાના માતા-પિતા અને સગીરાના પરિવારજનોને સમજાવી બાળલગ્ન પ્રતિબંધ અંગે સમજ આપી બાળલગ્ન કરાવવા ગુનો બનતો હોવાનું જણાવતા પરિવારજનોએ આખરે ૧૬ વર્ષીય સગીરાના લગ્ન બંધ રાખતા અભયમ ટીમને બાળ વિવાહ અટકાવામાં સફળતા મળી હતી.

  લગ્ન સ્થળ પર પહોંચી લગ્ન લેવાયેલ કન્યાના આધાર-પુરાવા માંગતા લગ્ન લેવાયેલ સગીરાની ઉંમર ૧૬ વર્ષની થતી હોવાથી સગીર યુવતીના માતા-પિતા અને પરિવારજનોને સમજાવી બાળ લગ્ન ગુન્હો બનતો હોવાનું અને લગ્ન કરનાર અને લગ્ન કરાવનાર બંને સામે ગુન્હો બનતો હોવાનું અને કાયદામાં જેલની જોગવાઈ હોવાનું જણાવી સમજવામાં આવ્યા હતા

 બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા ૧૬ વર્ષીય સગીરાના માતા-પિતાને નોટિસ આપવામાં આવી હતી અને પરિવારજનોનું નિવેદન લઈ લગ્ન બંધ રાખવા જણાવ્યું હતું

(12:08 pm IST)