Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદમાં ફાયર સેફટીના સાધનો વિના ધમધમતી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલ સીલ

અગાસીમાં ગેરકાયદે કેન્ટીનમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી હતી

અમદાવાદના પરિમલ ક્રોસિંગ પાસે આવેલ એપલ ચિલ્ડ્રેન હોસ્પિટલને સીલ કરાયું છે તાજેતરમાં આગની ઘટનાનો ભોગ બનેલી આ હોસ્પિટલમાં ફાયર સેફટી ઉપકરણો નથી

 અમદાવાદ મનપાના અધિકારીઓ મુજબ આ ખાનગી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવ્યું છે અને બિલ્ડિંગનો ઉપયોગ પરમિશન પણ પાછી લઇ લેવામાં આવી છે. અમદાવાદની ફેમસ એપલ ચિલ્ડ્રેન હોસ્પિટલની બીયુ પરમિશન કેન્સલ કરવા માટે પણ પગલાં ભરવામાં આવ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ હોસ્પિટલમાં બાળકોનો ઉપચાર ચાલી રહ્યો હતો ત્યારે આગ લાગી હતી. ઘટનાની તપાસ કર્યા પછી હોસ્પિટલ પરિસરમાં આગ ઓલવવાની વ્યવસ્થા ના હતી. એટલા માટે તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે ખબર પડી કે હોસ્પિટલમાં અવેધ કેન્ટીન શરુ કરવામાં આવી હતી, જે બિલ્ડિંગના સૌથી ઉપરના માળે હતી એટલા માટે આગ લાગી હતી.

(11:25 am IST)