Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

દમણ નગર પાલિકાના કાઉન્સીલરનો બાઈક સ્ટંટનો વિડિઓ વાયરલ :ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

 

દમણ: દમણ નગર પાલિકાના કાઉન્સીલર મોડી રાત્રે દમણના મુખ્ય માર્ગો પર બાઈક પર સ્ટંટ અને કરતબો કરી ટ્રાફિકના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહ્યા છે

  અસ્પી દમણિયાનો સ્ટંટ કરતો વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દમણ નગર પાલિકાના કાઉન્સીલર અસ્પી દમણિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો

દમણ નગર પાલિકાના કાઉન્સીલર ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરતો વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે કાઉન્સિલર દ્વારા પ્રકારના રોડ પર સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. પ્રકારની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ દેખાઇ રહ્યો છે.  

(12:28 am IST)