Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાજપના નેતાઓએ લોભ લાલચ આપવાનો પ્રયાસ કર્યો :કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઈનો ગંભીર આક્ષેપ

અલ્પેશ ઠાકોરને હાથો બનાવી ભાજપ રાજનીતિ કરી રહ્યું છે.

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનું પરિણામ બાદ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાની વાત વહેતી થતા જ રાજકારણ ગરમાયું છે, બે કોંગ્રેસી ધારાસભ્યોએ નીતિન પટેલ સાથે મુલાકાત પણ કરી જો કે કોંગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાળુભાઇએ પત્ર લખી ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કાળુભાઇએ પત્રમાં જણાવ્યું કે ભાજપ દ્વારા લોભ લાલચ આપવામાં આવી રહી છે.

  કપડવંજ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઇએ એક પત્ર લખ્યો છે, આ પત્રમાં તેઓએ ભાજપ ગંભીર આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓએ લોભ લાલચ આપવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ છોડીભાજપ જોડાવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.

  પત્રમાં કાળુભાઇએ જણાવ્યું કે હું કોંગ્રેસ પક્ષ છોડવાનો નથી, ફેલાવવામાં આવતી અટકળો ભાજપ બંધ કરે. વધુમાં કાળુભાઇએ જણાવ્યું કે અલ્પેશ ઠાકોરને હાથો બનાવી ભાજપ રાજનીતિ કરી રહ્યું છે.

(9:30 pm IST)