Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગુજરાતમાં 15મી જૂન સુધીમાં ભારે આંધી સાથે વાવઝોડુ ફુંકાવવાની શક્યતા: જ્યોતિષી અંબાલાલ દા પટેલ

જો ગુજરાતમાં 5,6, અને 7મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો રહેશે

 

અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે થોડી રાહત મળી છે ત્યારે લોકોને ભારે આંધી અને વાવાઝોડાંનો સામનો કરવો પડશે તેમ જાણીતા જ્યોતિષી અંબાલાલ દા પટેલનું કહેવું છે.

  ગુજરાતના હવામાન વિશે અનેક સચોટ આગાહી કરવા માટે જાણીતા હવામાન જ્યોતિષી અંબાલાલ દા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ આવવાની સંભાવના છે. જો ગુજરાતમાં 5,6, અને 7મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો રહેશે. સમય દરમિયાન રોહિણી નક્ષત્ર ચાલતું હશે.

ગુજરાતમાં 29મી મેથી 15 જૂન સુધીમાં ભારે આંધી સાથે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે ગુજરાતમાં અચાનક વરસાદ વરસે તેવી સંભીવના પણ વ્યક્ત કરવામાં આવી છે

 

(12:16 am IST)