Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી :કાલે બેઠકોનો ધમધમાટ

કમલમ ખાતે સવારે 10 વાગ્યે પ્રદેશ હોદ્દેદારોની બેઠક :સવારે 11 વાગ્યે મોરચા પ્રમુખો,પ્રભારીઓ અને અને બપોર બાદ સીએમ નિવાસ્થાને કોરગ્રુપની મિટિંગ

 

અમદાવાદ :ગુજરાતના રાજકારણમાં ફરીવાર ગરમાવો આવ્યો છે બંને પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા લોકસભા સમિતિની રચના કરાઈ છે જેની પ્રથમ બેઠક કાલે 4-30 કલાકે સીએમ નિવાસ્થાને યોજાશે. લોકસભા સમિતિના અધ્યક્ષ સ્થાને પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી છે. સમિતિના સદસ્યોમા સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુભાઇ દલસાણિયા, સહિત 10 હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે લોકસભા ચૂંટણી માટેની રણનીતિથી માંડીને તમામ આયામ પર કામ કરશે. સાથે આવતીકાલે ભાજપ સાસંદ અનિલ જૈન, રાષ્ટ્રીય સહસંગઠન મત્રી વી. સતિષ તેમજ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતની મુલકાતે છે.

   કમલમ  ખાતે બુધવારે બેઠકનો દોર ધમધમશે. સવારે 10 વાગ્યાથી કમલમ ખાતે વિવિધ બેઠકોનુ આયોજન કરવામાં આવ્યુ છેસવારે 10 વાગે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે જ્યારે 11 વાગે મોચરા પ્રમુખ, પ્રદેશ હોદ્દેદારો તથા પ્રભારીઓની બેઠક યોજાશે. બેઠકમાં આગામી દિવસની રણનીતિ નક્કી કરાશે. કાર્યક્રમોની પણ ચર્ચા કરવામા આવશે. .પા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમા યોજાનારી ચૂંટણી સંદર્ભે પાર્લામેન્ટ્રી બોર્ડની પણ બેઠક યોજાશે. સાંજે  4-30 કલાકે સીએમ નિવાસ્થાને કોરગ્રુપની બેઠક યોજાશે  જેમાં હાલની સામાજિક અને રાજકીય પરિસ્થિત અંગે ચર્ચા કરાશે, તેમજ આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે.

(10:49 pm IST)