Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વડોદરા નજીક ફાજલપુરમાં ગેરકાયદે રેતી ખનનના ડમ્પરની હડફેટે યુવકનું મોત નીપજ્યું

વડોદરા:શહેર નજીક મહીસાગર કિનારે આવેલ ફાજલપુર ગામ પાસે ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજ માફિયાઓના ડમ્પરના અડફેટે વહેલી સવારે નોકરી જતા યુવકનું મોત થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ટોળાએ ખનન સ્થળ પર જઈને 10 ડમ્પર અને ત્રણ હિટાચી મશીનને આગને હવાલે કર્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર ફાજલપુર ગામમાં રહેતા ભરતભાઈ ગોહિલ આજે વહેલી સવારે નોકરી જવા નીકળ્યા હતા ત્યારે એક ડમ્પર ચાલકે તેઓને અડફેટે લીધા હતા. ડમ્પરની અડફેટે આવતા જ તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ગ્રામજનોના ટોળાં ભેગા થતા રોષે ભરાયેલા લોકોએ ગેરકાયદે રેતી ખનનની જગ્યાએ પહોંચી જઈને તોડફોડ કરી હટીમ સ્થળ પર ઉભેલા 10 જેટલા ડમ્પર-ટ્રક અને ત્રણ હિટાચી મશીનને આગને હવાલે કર્યા હતા. બનાવના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોને સમજાવી ટોળાં વિખેર્યા હતા.

 

 

(5:55 pm IST)