Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અમદાવાદના શિવરંજનીમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ રંગે હાથે ઝડપ્યો

અમદાવાદ: શહેરમાં શિવરંજની ખાતે આવેલા પોતાના જ ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ છે. પત્નીએ પોલીસ સાથે રેડ કરતાં પતિ રંગેહાથે ઝડપાઇ ગયો હતો. જેમાં પતિની સાથેની યુવતી થાઇલેન્ડની હોવાનું જાણવા મળ્યું હતું. પતિ છેલ્લા 4 મહિનાથી આ યુવતી સાથે સંપર્ક હોવાનો અને તેની સાથે સંબંધો બાંધ્યા હોવાનો દાવો પત્નીએ કર્યો હતો. જ્યારે પત્નીની પોલીસ સાથેની રેડ પાડતા વિદેશી યુવતી રંગરેલિયા મનાવતી ઝડપાઈ ગઈ હતી. તે ઉભી પૂંછડીએ નાઠી ત્યારે પોલીસે વિદેશી યુવતીને કહ્યું હતું કે કપડાં તો લે લો.

અમદાવાદમાં શઇવરંજની વિસ્તારમાં આવેલા સાથસંગાથ ફ્લેટમાં પોતાનો પતિ પોતાના જ ઘરમાં અન્ય સાથે રંગરેલિયા મનાવતો હોવાની જાણ થતાં પતિને પત્નીએ રંગેહાથે ઝડપ્યો હતો. જેમાં પતિ વેદશી યુવતી સાથે ઝડપાઈ ગયો હતો. દરમિયાન 12 કલાકના ગાળામાં જ પત્નીએ દરવાજો ખટખટાવતા, પતિએ વિદેશી યુવતીને સ્ટોરરૂમમાં કહી ન શકાય તેવી હાલતમાં છૂપાવી દીધી હતી. પત્ની વૈશાલીબેને પતિને બીજીવાર વિદેશી યુવતી સાથે ઝડપ્યો ત્યારે આખોયે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સાથે પત્ની આવી પહોંચી રેડ પાડી હતી. જેમાં અમદાવાદનો બિઝનેસમેન થાઈલેન્ડની યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ ગયો હતો. પોલીસ આવી પહોંચી હોવાની જાણ થતાં વિદેશી યુવતી નાઠી હતી. ત્યારે પોલીસે તેને તેના કપડાં લઈને તો જા એમ કહ્યું હતું.

(5:54 pm IST)