Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વાસંદાના ઝરી ગામે બીમારીથી કંટાળી 22 વર્ષીય યુવતીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંસદા: તાલુકાના ઝરી ગામે રહેતી એક 22 વર્ષીય યુવતીએ સુગર અને ટીબીની બિમારીથી કંટાળી પિતાના ઘરે ફાંસો ખાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વાંસદા તાલુકાના ઝરી ગામે ડુંગરી ફળિયામાં રહેતા જયંતિભાઈ નરસિંહભાઈ ધોડિયા પટેલની પુત્રી અંજના (ઉ.વ. 22)ના લગ્ન ગામમાં જ થયા હતા પરંતુ તેણીના છૂટાછેડા થઈ જતા તે 8 માસથી તેના પિતાના ઘરે રહેતી હતી. તેણીને સુગર તેમજ ટીબીની બિમારી થઈ હતી. આ બિમારીથી કંટાળી જઈ તેણીએ સોમવારે સવારે 10 વાગ્યા પછી તેના ઘરમાં આવેલા બારસકની પાટલી સાથે ઓઢણી બાંધી તેના વડે ફાંસો ખાઈ લીધો હતો. તેણીને સારવાર માટે પ્રથમ પ્રતાપનગર ગામે એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતા તેને હનુમાનબારી ખાતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીનું સારવાર દરમિયાન બપોરે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંસદા પોલીસ મથકે મૃતકના પિતા જયંતિભાઈ પટેલે ગુનો નોંધવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

(5:54 pm IST)