Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પેટલાદ રૂરલ પોલીસે મધરાત્રે જુગાર રમતા નવ નબીરાને 26 હજારના મુદામાલ સાથે ઝડપ્યા

પેટલાદ: રૂરલ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે નાર ગામે આવેલી લખતર માતાના મંદિર પાછળ છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં નવ નબીરાઓને ઝડપી પાડીને રોકડા ૨૬૪૦૦ તથા ૮ મોબાઈલ સાથે કુલ ૧.૬૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી પેટલાદ રૂરલ પોલીસને હકિકત મળી હતી કે, નાર ગામના લખતર માતાના મંદિર પાછળ ખુલ્લામાં કેટલાક શખ્સો એકત્ર થઈને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં હર્ષદભાઈ જયંતિભાઈ પટેલ, હિતેશભાઈ પ્રવિણભાઈ પટેલ, નીકુંજભાઈ રજનીભાઈ પટેલ, પાર્થ રોહિતભાઈ પટેલ, સંદિપભાઈ વિનુભાઈ પટેલ, સાગરભાઈ પરેશભાઈ પટેલ, રીતેશભાઈ કિરિટભાઈ પટેલ, સંદિપભાઈ પ્રફુલ્લભાઈ પટેલ તથા ભાવીકભાઈ બિપિનભાઈ પટેલ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૪૨૦૦ તથા અંગજડતીમાંથી ૨૨૨૦૦ એમ મળીને કુલ ૨૬૪૦૦ રોકડા મળી આવ્યા હતા. જ્યારે ૮ મોબાઈલ પણ મળી આવતાં કુલ ૧,૬૪,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:54 pm IST)