Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અમદાવાદ પોલીસે કઠલાલ બાલાસિનોર હાઇવે પર ડમ્પરમાં છુપાવીને લવાતા 9.75 લાખના દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી

અમદાવાદ: પોલીસે કઠલાલ-બાલાસિનોર હાઈવે પર આવેલા લક્ષ્મીપુરા પાટીયા પાસેથી ડમ્પરમાં છુપાવીને લવાતો ૯.૭૫ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
આર.આર.સેલ, અમદાવાદ રેંજ પોલીસ ટીમ દ્વારા સક્રિય બુટલેગરો દ્વારા વિદેશીદારૂને ઘુસાડવા માટે કયા કયા માધ્યમોનો ઉપયોગ કરાય છે. તે અંગે જરૂરી માહિતી એકત્ર કરી હતી. તેમજ આધારભૂત સૂત્રોેમાંથી મળેલ માહિતી આધારે કઠલાલ-બાલાસિનોર હાઈવે લ-મણપુરા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી એક ડમ્પરમા વિદેશી દારૂ ભરી આણંદ તરફ જનાર છે. તેવી માહિતી મળતા પોલીસે લ-મણપુરા પાટીયા પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન પૂરઝડપે આવતા ડમ્પરને ઉભું રખાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૨૭૧ પેટી, બોટલ નં.૩૨૫૨ રૂપિયા ૯,૭૫,૬૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ડ્રાઈવર કલીનરની અટક કરી પૂછપરછ કરતા ડ્રાઈવર અનિલ શંકર ખરાડી (રહે. ગામ ગુંદીકૂવા, તળાવ પાસે તા. વીંછુવાડા, રાજસ્થાન તથા ક્લીનર નગીનલાલ હકસી પટેલ (રહે. ગામ બીલપન વીંછુવાડા રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના દિલીપ છગનલાલ કલાલ (રહે. બીલપણ, રાજસ્થાન)એ ભરાવ્યો હતો અને આણંદ લઈ જવાનો હતો.
આ અંગે કઠલાલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આણંદના કયા બુટલેગરે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો તેની તપાસ હાથ ઘરી છે.

(5:53 pm IST)