Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬મા પ્રાગટ્યોત્સવમાં શ્રદ્ધાનો મહાસાગર છલકાયો

હેપ્પી બર્થ ડે-મણીનગરમાં દેશ-વિદેશમાંથી હજ્જારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શને ઉમટી પડ્યા

ગુણવંતી ગુર્જર ભૂમિના મહાગનર-હેરીટેજ સીટી અમદાવાદના દક્ષિણે આવેલા મણી સમ સોહતા મણીનગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિરે આજે વહેલી સવારથી જ બાપાના પ્રાગટ્યોત્સવ અને તેની ઉજવણી સહિતના દીદારના દર્શનનો લ્હાવો લેવા વિશ્વભરમાંથી બાપા ભકતોની શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપુર રવિવારે વહેલી પરોઢથી  શરૂ થઇ ગયું હતું. બપોર પડતા તો જાણે મણીનગરમાં જાણે શ્રદ્ધાનો મહેરામણ છલકાયો હોય તેમ હૈયેહૈયું ચંપાય તેવી ભકત મહાસાગરની ભીડ ઉમટી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સ્નેહ સદભાવ-૭૬મા પ્રાગટ્યોત્સવ હોઇ ગુજરાણના ખુણે ખુણેથી અને દેશ પરદેશના હજ્જારો હરિભકતો બાપાના દર્શન કરવા ઉમટી પડતા ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામમાં ભકતોનો મહાસાગર છલકાયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. સહુ કોઇ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને આચાર્ય સ્વામીજી મહારાજની ભકિતમાં રંગાયુ હતું. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિના પંચમ વારસદારના પ્રાગટ્યોત્સવને લઇને પ્રસિદ્ધ યાત્રાધામ મણીનગર બે દિવસથી જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતું. હૈયેહૈયું દળાય તેવી ભીડ વચ્ચે જયનાદોથી સમગ્ર ધામ ગુંજી ઉઠ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પ્રાગટ્ય વિક્રમ સંવત ૧૯૯૮ અધિક જયેષ્ઠ ત્રયોદશી, તા. ૨૮-૫-૧૯૪૨ને ગુરૂવારના શુભ દિને થયું હતું. યોગાનુયોગ આજે ૭૬મા વર્ષે અંકમેળ પણ મળતો આવતો હતો. ૭ૅ૬=૧૩, નામ છે... શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામી... અક્ષર થાય ૧૩-તેર, તિથિ પણ તેરસ... આજે તિથિ મુજબ પ્રાગટ્ય દિન હતો... ૨૭-૫-૨૦૧૮ પ્રમાણેની ગણતરી કરીએ તો ૭પ વર્ષ ૧૧ મહિના અને ૨૯ દિ વસ... ૯૧૧ મહિના અને ૨૯ દિવસ... ૩૯૬૫ અઠવાડિયા અને ૩ દિવસ, ૨૭,૭૫૮ દિવસ... ૬,૬૬,૧૯૨ કલાકો... ૩,૯૯,૭૧,૫૨૦ મિનિટો... અને ૨,૩૯,૮૨,૯૧,૨૦૦ સેકન્ડો... અત્યાર સુધી ૬ અધિક જયેષ્ઠ માસ આવ્યા છે.

એવા આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પ્રાગટ્ય પર્વે સ્વાગત યાત્રા, સંતવાણી, વિધ વિધ ભકિત નૃત્યો, પાદપ્રક્ષાલન-પૂજન અર્ચન, આશીર્વાદ, કેક કટીંગ સેરેમની, મહાનીરાજન, આકાશમાંથી પુષ્પવર્ષા, આતશબાજી... જય... જય બાપાના ગગનભેદી નારા... વગેરે કાર્યક્રમો સુસંપન્ન થયા હતા. મેયરશ્રી, ચેરમેનશ્રી, સંતો, નગરશ્રેષ્ઠીઓ વગેરે પધારી દર્શન, આશીર્વાદથી અભિભૂત થયા હતા.

(5:17 pm IST)