Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગુજરાત મેરીટાઇમ બોર્ડના પેન્શનરોને સાતમાં પગાર પંચની ભલામણ મંજુર

રાજકોટઃ તા.૨૯, ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી સંઘ (બીએમએસ)ના સંગઠન મંત્રીશ્રી વાલજીભાઇ ચાવડાની યાદી જણાવે છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડના પેન્શનરોને રાજય સરકારના નિયમ મુજબ સાતમા પગાર પંચની ભલામણ મંજુર કરવામાં આવેલ છે અને આ અંગેનો ગુજરાત સરકાર બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, ગાંધીનગરે તા.૫-૫નો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પેન્શન સુધારણાનો અમલ તા.૧-૧-૨૦૧૬થી  ગુજરાત સેવા (પગાર સુધારણા) નિયમો, ૨૦૧૬ અનુસાર અને તેની જોગવાઇઓને આધિન  '' સ્કેલ ટુ સ્કેલ'' ના ધોરણે કરવાનો રહેશે.  જયારે તેનો વાસ્તવીક અમલ તા.૧/૮/૨૦૧૭થી કરવાનો રહેશે. તા.૧/૧/૨૦૧૬ થી  ૩૧/૭/૨૦૧૭ સુધીના પગાર તફાવતની રકમ અંગે બોર્ડ/ નિગમના કર્મચારીઓ માટે જયારે નિર્ણય લેવામાં આવે ત્યારે અને તે મુજબ ચુકવવાની રહેશે.  ગુજરાતની આ જાહેરાતને માંડવી બંદર જુથ નિવૃત કર્મચારી સંઘ (બીએમએસ) ના મંત્રી શ્રી સુરેશભાઇ દવેએ આવકારી આભાર વ્યકત કરેલ હોવાનું અંતમાં જણાવાયું છે.

(4:09 pm IST)