Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

રાત્રે સુરત રાંદેરના કોઝવે રોડ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ : આરોપી દાનિશ ઉર્ફે મીનુની ધરપકડ:ફૂટેલા કારતુસ કબ્જે

પારસીની જમીન બાબતે ફાયરિંગ થયાનું તારણ :સ્વબચાવમાં ફાયરિંગ કર્યાની કેફિયત

સુરત રાંદેરના કોઝ-વે રોડ પર ગત રાત્રે એક યુવાને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના પગલે રાંદેર પોલીસ દોડી ગઈ હતી અને પોલીસે ફાયરિંગ કરનારાને પકડી પાડ્યો છે.આરોપીએ પોતે સ્વબચાવ માટે ફાયરિંગ કર્યું હોવાની વાત પોલીસને કહી હતી. જોકે, પારસીની જમીનના મામલે ફાયરિંગ થયું હોવાના તારણ સાથે પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ કોઝ-વે રોડ પર ગોલ્ડન ટી સ્ટોલ સામે એક વ્યક્તિએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા કોઈ રાહદારીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી છે રાંદેર પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ આજુબાજુના સીસી કેમેરાના ફૂટેજ જોવા ઉપરાંત નજરે જોનારાઓની પૂછપરછ પણ કરી હતી.

  પોલીસ ફાયરિંગ કરનારા દાનીશ ઉર્ફે મિનુ સુધી પહોંચી ગઈ હતી જેની ધરપકડ કરી ઘટનાસ્થળેથી એક ફૂટેલી કારતૂસ પણ પોલીસે કબજે કરી હતી.

(11:01 am IST)