Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

બંને કિડની ફેલ હોવા છતાં કોરોનાને હરાવ્યો :સુરત સિવિલ હોસ્પિટલની યશસ્વી સારવાર

ખાનગી હોસ્પિટલમાં લોહી ચડાવ્યા બાદ અચાનક જ હાલત બગડી ગઈ

સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં બંને કિડની ફેઈલર કોરોના પોઝિટિવ દર્દીની સારવાર કરવામાં આવી હતી. આ દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. રમેશચંદ્ર પાઠક નામના દર્દીની બંને કિડની ફેલ હોવા છતાં કોરોનાને માત આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાના મનોબળથી કોરોનાને હરાવ્યો.

રમેશચંદ્ર પાઠકના દર્દીએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે લોહી ચડાવવાની સલાહ આપી હતી, પરંતુ ખાનગી હોસ્પિટલમાં લોહી ચડાવ્યા બાદ અચાનક જ તેમની હાલત બગડી ગઈ હતી. ત્યારબાદ તેમણે સિટી સ્કેન કરાવ્યું તો 25 ટકા કોરોનાનું ઈન્ફેક્શન હોવાનું જણાયું હતું

 . ખાનગી હોસ્પિટલનો ખર્ચ સાંભળીને તેઓ થોડા ચિંતિત થયા હતા પણ મનોબળ મજબૂત રાખીને ડોક્ટરની સલાહ લીધા બાદ નવી સિવિલ હોસ્પિટલ તેઓ દાખલ થયા. સિવિલના ડોક્ટર્સે માત્ર 6 દિવસની સારવારમાં તેમને સાજા કરી દીધી હતા.

(7:12 pm IST)