Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મહેસાણામાં મીની લોકડાઉન જાહેર કરવામાં આવતા બજારો સજ્જડ બંધ

મહેસાણા:શહેર અને જિલ્લા પંથકમાં છેલ્લા એક પખવાડીયાથી કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. અગાઉ પંથકમાં સ્વયંભુ લોકડાઉનને પગલે મોટા ભાગના બજારો બંધ રહ્યા હતા. જોકે કોરોનાના સંક્રમણ બે કાબુ બન્યો હોવાથી સરકાર દ્વાર મહેસાણા શહેરમાં મીની લોકડાઉન જાહેર કરેલ છે. જ્યારે રાત્રી કરફયુની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર જીવલેણ બની છે. લોકોમાં મેડીકલ સેવાઓ ખોરભે પડી હોવાના અહેવાલોના પગલે ફફરાટ જોવા મળે છે. ત્યારે કોરોનાની બચવા બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. ૨૭એપ્રિલ સુધી મહેસાણા જિલ્લામાં વેપારીઓ અને સ્થાનિક તંત્રની બેઠકમાં સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે પંથકમાં કોરોના સતત બે કાબુ રહેતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કેટલાક શહેરોમાં મીની લોકડાઉન જાહેર કરવાનું નિર્ણય કરાયો છે. જેમાં મહેસાણા શહેરનો પણ સમાવેશ કરતા હવે શહેરમાં ૭મી મેં સુધી મીની લોકડાઉનનો અમલ શરૃ થયો છે. જેના પગલે આવસ્યક ચિજવસ્તુઓ સિવાય તમામ વેપાર ધંધા સંપૂર્ણ પણે બંધ રહેશે. ઉપરાત જિલ્લાના કડી, વિજાપુર, વિસનગર, ઊંઝા, બેચરાજી, ખેરાલુ, વડનગર જેવા શહેરો અને ગામડાઓમાં પણ કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના લીધે જિલ્લામાં સ્મશાનવત શાંતિ ફેલાઇ છે

(4:46 pm IST)