Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

યુવકના ફેફસામાં ૮૦ ટકા ઇન્ફેકશન : સુરતની કોવિડ હોસ્પિટલે નવજીવન આપ્યુ

રાજકોટ તા. ૨૯ : સુરતમાં ૮૦ ટકા ફેફસાના ઇન્ફેકશન સાથે આવેલ યુવાન ૩૪ દિવસમાં સ્વસ્થ થઇને ઘરે જતા પરિવારજનો ખુશ થઇ ગયા હતા. સુરત સિવીલની કોવિડ-૧૯ હોસ્પિટલનો આ કિસ્સો છે. જયાં એક શ્રમજીવી યુવાન ધર્મેન્દ્ર યાદવનો પરિવાર જયારે હિંમત હારી ગયો હતો, ત્યારે હોસ્પિટલ સ્ટાફ અને ડોકટરોની મહેનતથી તેને નવજીવન મળ્યુ હતુ. મેડીસીન વિભાગના ડો. અશ્વિન વસાવા અને તેમની આખી ટીમનો ધર્મેન્દ્રના પરિવારે આભાર વ્યકત કર્યો હતો.

(3:17 pm IST)