Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિગ લાઇસન્સ સહિતની કામગીરી ૭મી મે સુધી બંધ રહેશે

અમદાવાદ, તા.૨૯: રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને રાજય સરકારે રોજગાર અને તાલીમ વિભાગ હસ્તકની તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એડ અને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની તમામ કામગીરી ૨૯ એપ્રિલથી આગામી ૭ મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે એમ રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જણાવાયુ છે.

આ આઠ દિવસના આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તમામ અધિકારી/ કર્મચારીઓએ મોબાઇલ ફોન, ઇ મેઇલ અને વોટ્સએપ પર ઉપલબ્ધ રહી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

(3:15 pm IST)