Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભીષણ ગરમીમાં બુધવારથી થોડી રાહત મળવાની શકયતા

હજુ બે દિવસ ગરમી ૪૪ ડિગ્રી આસપાસ રહેશે : હીટવેવથી સમડી નીચે પટકાઇ

અમદાવાદ, તા. ર૯ :  શહેરમાં ગઇકાલે ગરમીનો પારો ૪૩.૭ ડિગ્રીએ પહોંચતા નાગરિકો રાડ પાડી ગયા હતા. જો કે લોકો માટે આનંદના સમાચાર એ છે કે આ બુધવારથી કાળઝાળ ગરમીમાં થોડીક રાહત મળશે. અત્યારની ૪૪ ડિગ્રીની આસપાસ રહેતા મહત્તમ તાપમાનની તુલનામાં બુધવારથી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનના કારણે અમદાવાદ સહિતના રાજયના મોટાભાગના વિસ્તારમાં ભારે ગરમીનું મોજું ફરી વળ્યું છે. હજુ આગામી ત્રણેક દિવસ કલાક બાદ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે.

બીજી તરફ હીટવેવનો પક્ષી અને સર્પ પણ ભોગ બની રહ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સીટી એમની જામફળવાડી કેનાલ પાસેના સંતદેવ ટેનામેન્ટની સામેના આકાશમાં ઉડતી એક સમડી આજે સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે હીટવેવના કારણે અચાનક નીચે જમીન પર પટકાઇ હતી.

(3:47 pm IST)