Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

અમદાવાદના રામોલ ગેંગરેપ મામલે એનસીપીનું વિરોધ પ્રદર્શન

એબીવીપીના કાર્યકરોની સંડોવણીનો આરોપ ;સરકાર વિરોધી કર્યા સુત્રોચાર

અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલા ગેંગ રેપ મામલે એનસીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું એનસીપીના કાર્યકર્તાઓએ ઈન્કમટેક્સ સર્કલ પાસે રાજ્ય સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા તેમણે એબીવીપીના કાર્યકર્તાની સંડોવણી હોવાથી સરકાર તેને બચાવતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ઉપરાંત તેમણે ફરાર આરોપીઓની તાત્કાલીક ધરપકડ થાય તેવી માંગ કરી હતી

    આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હજુ બે આરોપી ફરાર છે. જેમને પકડવા માટે પોલીસે બે ટીમો બનાવી છે. જેમાંથી એક ટીમ ગુજરાત બહાર પણ મોકલવામાં આવી છે. બંને આરોપીઓ માટે ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ થઈ રહી હોવાનો પોલીસ દાવો કરી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે રામોલમાં ગેંગ રેપની પીડિતાને મૃતબાળક અવતર્યા બાદ ગંભીર રીતે બીમાર પડી હતી અને તેને કિડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનું ગુરુવારે મોડીરાત્રે મોત થયું હતું. ત્યારબાદ આ કેસમાં પોલીસ એક્સનમાં આવી હતી અને પોલીસે મુખ્ય આરોપી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કરી હતી

(1:56 pm IST)