Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

અમદાવાદમાં જાહેરમાં થુંકનારને દંડ ફટકારતી મનપાની દીવાલો ગંદી :તમામ ફ્લોરની દીવાલોમાં જોવાઈ પિચકારી

સરકારી બાબુઓ અને નેતાઓ એએમસીની દીવાલો પર જ પાન-મસાલાની પિચકારીઓ મારે છે !!

અમદાવાદમાં જાહેરમાં થુંકનારને ઇમેમો ફટકારીને દંડ વસુલતી મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગની દીવાલોમાં પણ પાનની પિચકારી જોવા મળી હતી  AMCએ શરૂ કરેલા અભિયાન અંતર્ગત જાહેરમાં થૂંકનાર લોકોને ઇ-મેમો અપાઇ રહ્યાં છે

   દરમિયાન AMCની બિલ્ડિંગના તમામ ફ્લોર પર પાન-મસાલાની પિચકારીઓ જોવા મળી હતી. આ પિચકારીઓથી બિલ્ડિંગની દીવાલોનો કલર પણ બદલાઇ ગયો છે. જાહેર જનતાને દંડ કરાઇ રહ્યો છે, ત્યારે સરકારી બાબુઓ અને નેતાઓ એએમસીની બિલ્ડિંગની દીવાલો પર જ પાન-મસાલાની પિચકારીઓ મારી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા ત્રણ-ચાર દિવસથી શરૂ કરેલા અભિયાન અંતર્ગત જાહેરમાં થૂંકનાર 50 જેટલા લોકને ઈ-મેમો ફટકારી દંડ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે અભિયાન ચલાવનારૂં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશનું પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે

(1:51 pm IST)