Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

અમદાવાદ-ગાંધીનગર અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીઃ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે

અમદાવાદ :  રાજ્યમાં ઉનાળાનાં પ્રારંભની સાથે સાથે કમોસમી વરસાદની પણ સીઝન જામી છે. ત્યારે રાજ્યમાં આવતીકાલથી વરસાદી માહોલ રહેશે. તેમજ તા. ૨૯ થી ૩૧ માર્ચ દરમ્યાન વરસાદી માહોલ છવાયેલો રહેશે. ત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.  ત્યારે આગામી ૨૪ કલાક વરસાદની શક્યતા નથી. પરંતું આવતીકાલે બપોર બાદ વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ રહેશે. તેમજ કચ્છ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદ પડશે.

 

આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે,  ત્યારે ગુજરાતમાં ૨૯, ૩૦ અને ૩૧ તારીખનાં રોજ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાં છે.  તેમજ ૩૧ નાં રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં પણ કોઈ ફેરફાર થવાની સંભાવનાં નથી. વેસ્ટન ડીસ્ટબન્સનાં કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી હતી.

(12:03 am IST)