Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

અમદાવાદ સાબરમતી જેલમાં કોરોના રસીકરણ શરૂ : બંદીવાન ભાઈ બહેનોને સુરક્ષિત રાખવા કાર્યવાહી

પ્રથમ દિવસે જેલમાં 77 બંદીવાન ભાઈ-બહેનોને રસી આપવામાં આવી

, અમદાવાદ: કોરોનાવાયરસે ગુજરાત રાજ્યને ભરડામાં લીધું છે ત્યારે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ-બહેનોની ચિંતા કરીને જેલ તંત્ર દ્વારા કેદીઓને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના થી બચવા જેલના કેદીઓને આજથી આપવામાં આવેલી રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જેલમાં 77 બંદીવાન ભાઈ-બહેનોને રસી આપવામાં આવી. સજાના ભાગરૂપે જેલમાં બંધ કેદીઓને જેલ તંત્ર દ્વારા રસી આપવામાં આવતા એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ-બહેનોએ સરકાર તથા જેલ તંત્રનો રસીકરણ અભિયાન શરૂ કરવા બદલ આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં આજે નોધાયેલ 2270 કેસ સાથે કુલ સંક્રમીતોનો આંક ૩ લાખને પાર કરી ચુક્યો છે.

(11:31 pm IST)