Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સોશિયલ મિડિયા દુરુપયોગ મામલે ૪૬ ગુના દાખલ થયા

સોશ્યલ મીડિયા દૂરપયોગના ૪૬ ગુના દાખલ : રાજ્યમાં લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના ૬૮૦ તેમજ કવોરન્ટાઇન ભંગના ૪૧૮ ગુના નોંધવામાં આવ્યા

અમદાવાદ,તા. ૨૯ : રાજયમાં હોલ કોરોનાની વકરતી પરિસ્થિતિ વચ્ચે પોલીસ બહુ મહત્વની અને સતત કામગીરી બજાવી રહી છે. ખાસ કરીને રાજયભરમાં ૮૦થી ૯૦ પોલીસ અત્યારે કોરોના સંબંધિત લોકડાઉન, કવોરન્ટાઇન દેખરેખ ડયુટી સહિતની કામગીરીમાં જોતરરાયેલી છે. જેમાં ૭૦ હજાર પોલીસ અને એસઆરપી, ૩૨ હજારથી વધુ હોમગાર્ડ જવાનો રાજયભરમાં ફરજ પર તૈનાત રહી સેવા બજાવી રહ્યા છે એમ આજે રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. ડીજીપી શિવાનંદ ઝાએ આજે એક મહત્વની વાત કરતાં જણાવ્યું કે, શહેરો બાદ હવે રાજયના ગામડાઓમાં લોકડાઉનનો અસરકારક અમલ કરાવવામાં આવશે. આ માટે સરપંચો સાથે વિચારવિમર્શ ચાલી રહ્યો છે અને તેની રણનીતિ ટૂંક સમયમાં જ અમલી બનાવાશે. ખેતરોમાં જતાં ખેડૂતોને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા તેમણે ખાસ અપીલ કરી હતી.   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે રાજયરભરની ૮૦થી ૯૦ પોલીસ કોરોના સંબંધિત કામગીરીમાં તૈનાત કરાઇ છે. લોકડાઉન દરમ્યાન જાહેરનામા ભંગના ૬૮૦ અને કવોરન્ટાઇન ભંગના ૪૧૮ ગુના નોંધવામાં આવ્યા છે.

             આ સિવાય ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે ૧૪ ગુના દાખલ કરાયા છે. આ સિવાય, સોશ્યલ મીડિયાના દૂરપયોગ મામલે ૪૬ ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાજયભરમાં અત્યારસુધીમાં આ તમામ ગુનાઓમાં કુલ ૨૦૪૧  આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જયારે કુુલ ૬૧૩૧ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

        તેમણે ઉમેર્યું કે, પોલીસ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડ્રોન અને સીસીટીવીની મદદથી બાજ નજરો રાખી રહી છે. ખાસ કરીને શહેર સહિત રાજયભરમાં લોકો હજુ પણ લોકડાઉન દરમ્યાન સોસાયટીઓ, શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં એકત્ર થાય છે અને ભીડભાડમાં  બેસતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે પરંતુુ તે પણ ગંભીર બાબત છે. આ પ્રકારે લોકો એકસાથે બેસે અથવા તો ટોળે વળે તો કોરોના વાયરરસનું સંક્રમણ કે તેનાા ફેલાવાની દહેશત વધી જાય છે. સંજોગોમાં સોસાયટીઓ, શેરીઓ-મહોલ્લામાં કોમન પ્લોટમાં પણ લોકોને એકત્ર કે ભીડભાડ નહી કરવા ડીજીપીએ સ્પષ્ટ તાકીદ કરી હતી. પોલીસ દ્વારા સોસાયટી કે શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં કે નાકે ભેગા થતા લોકો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

જુદી જુદી કાર્યવાહી.....

અમદાવાદ, તા. ૨૯ : સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના સતત ભંગ થઇ રહ્યા છે જેની સામે પગલા લેવાઈ રહ્યા છે. લોકડાઉન દરમિયાન જુદી જુદી કાર્યવાહી અને પગલા નીચે મુજબ છે.

ફરજ પર તૈનાત જવાનો

૭૦૦૦૦

કુલ આરોપીઓની ધરપકડ

૨૦૪૧

કુલ વાહનો જપ્ત કરાયા

૬૧૩૧

સેવામાં લેવાયા

ડ્રોન-સીસીટીવી

જાહેરનામા ભંગના કેસ

૬૮૦

ક્વોરનટાઈન ભંગના કેસ

૪૧૮

લોકો સામે ગુના દાખલ

૧૪

સોશિયલ મિડિયા દુરુપયોગ કેસ

૪૬

(9:31 pm IST)