Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સરકાર દ્વારા લોકડાઉનના સમયે આર્થિક મદદ આપવાનો નિર્ણય પાલીકા ટીમ માહિતી મેળવશે.:ક્યાં પુરાવા જોઈએ ? જાણો ફટાફટ

(ભરત શાહ દ્વાર) - રાજપીપળા : સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા નાના ધંધાદારીઓને લોકડાઉન ના સમય દરમીયાન આર્થિક મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,જેના સર્વે માટે સોમવાર થી પાલિકાની ટિમો ફરશે માટે નાના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો પાસેથી રાજપીપળા નગર પાલીકા ટિમ ફોર્મમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા માંગશે તો આ પુરાવા હાથવગા રાખવા પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા નાના ધંધાદારીઓના હિતમાં જણાવવામાં આવ્યું હોય નગર પાલિકાની ટિમ આવે તેને પૂરતો સહકાર આપી આર્થિક મદદ મેળવવા માટેની માહિતી આપવા જણાવાયું છે.
 આ પુરાવા હાથવગા રાખવા જોઈએ
૧. આધારકાર્ડની નકલ,૨.રેશનકાર્ડની નકલ,૩.બેંક પાસબુકના પહેલા પાનની એકાઉન્ટ નંબર,IFSC નંબર સાથેની નકલ,૪.હાલના રોજગારના સ્થળનો ફોટોગ્રાફ,૫.લાલ ચોપડીની નકલ(લાગુ પડતું હોય તો),૬.યુવીન કાર્ડની નકલ(લાગુ પડતું હોય તો),૭.રીક્ષા ડ્રાઈવર માટે ડ્રાઈવિંગ લાઇસન્સની નકલ(લાગુ પડતું હોય તો)

(8:28 pm IST)