Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉનના ચુસ્ત અમલવારી માટે ગુજરાત પોલીસને આદેશ

70 હજાર SRP અને પોલીસ જવાનો ઉપરાંત 36 હજાર હોમગાર્ડ ઓન ડ્યુટી : હજુ વધુ મોકલાશે : 5898 લોકોની અટક : 6031 વાહનો જપ્ત

અમદાવાદ : કોરોના વાયરસના કહેરને પગલે દેશભરમાં લોકડાઉન કર્યો છે ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉનના ચુસ્ત અમલવારી માટે આદેશ કરાયા છે હાલમાં રાજ્યમાં 70 હજાર જેટલા SRP & પોલીસ જવાનો અને 36 હજાર હોમગાર્ડ ફરજ પર કાર્યરત છે અને જરૂર જણાયે  હજુ મોકલશે

 રાજ્યમાં અત્યારસુધીમાં જાહેરનામા ભંગ બદલ 2371 સામે કાર્યવાહી કરી છે જયારે ક્વોરોન્ટાઇન ભંગ બદલ 1380 સામે કાર્યવાહી કરાઈ છે

 રાજ્યમાં આજુ સુધી કુલ નોંધાયેલ ગુના-3751, જયારે લોકોની અટક કરાઈ-5898 લોકોની અટકાયત કરાઈ છે જયારે 6031 વાહનો જપ્ત કરાયા છે અને 36 કેસ સોશ્યલ મીડિયાના દુરુપયોગ માટે નોંધાયા છે

(5:43 pm IST)
  • " કોરોના વિરુદ્ધની લડાઈ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ છે " : લોકડાઉન બદલ ક્ષમા માંગુ છું ,પરંતુ તે જરૂરી છે : તમને અને તમારા પરિવારને બચાવવા આ પગલું જરૂરી છે : લક્ષ્મણ રેખાનું પાલન કરજો : આરોગ્ય સૌથી મોટું ધન છે : આ સંજોગોમાં ઘરની બહાર નીકળી સેવાઓ આપતા તબીબો ,નર્સિંગ સ્ટાફ ,પેરા મેડિકલ સ્ટાફ સહીત ફ્રન્ટ લાઈન વોલન્ટિયર્સ કોરોના વિરુદ્ધ લડાઈમાં યોગદાન આપી રહ્યા છે તેમની સાથેની વાતચીતથી તેઓનો તેમજ મારો પણ ઉત્સાહ વધ્યો છે : " મનકી બાત " માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 12:09 pm IST

  • પંજાબ સ્થિત રાધા સ્વામી સત્સંગ સોસાયટીની ઉદારદિલ સખાવત : પ્રધાનમંત્રી રાહત ફંડમાં 2 કરોડ,પંજાબ,દિલ્હી,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,તથા રાજસ્થાન મુખ્યમંત્રી રાહત ફંડ અને જમ્મુ કાશ્મીર લેફટન્ટ ગવર્નર ફંડમાં એક એક કરોડ રૂપિયા સાથે કુલ 8 કરોડ રૂપિયા આપ્યા : ઉપરાંત સવારે 6 વાગ્યે ,બપોરે બાર વાગ્યે અને સાંજે 6 વાગ્યે જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા access_time 8:14 pm IST

  • બપોરે ૧ર-૩૦ : અમેરિકામાં કોરોના આંક ૧,ર૩,૭૭૬ ઉપર પહોંચ્યો : મૃત્યુ રરર૯ : રીકવર ૩ર૩૧ : ન્યુયોર્કમાં પ૩૪પપ કેસ : નવા કેસ ૬ર : કુલ મૃત્યુ ૮૮૩ ન્યુજર્સીમાં ૧૧,૧ર૪ કેસ પાંચ રાજયોમાં ૪૦૦૦ થી માંડીને પ,૬૦૦ (કેલીફોર્નિયા) કેસો access_time 12:57 pm IST