Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજપીપળામાં માલની અછત જણાવી ફળ, ફ્રુટ, ગુટખા સહિતની વસ્તુઓના ભાવ બમણા : ઉઘાડી લૂંટ

પડીકીઓ, તમાકુ કાળા બજારમાં વેચાય છે જ્યારે દ્રાક્ષ સહિતના ફ્રુટમાં પણ ભાવમાં લૂંટ છતાં મજબૂરી અને વ્યસનના કારણે લોકો ખરીદતા કાળા બજારીયાઓને ઘીકેળાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા શહેરમાં હાલ લોકડાઉન સમયે કેટલીક વસ્તુઓમાં કાળા બજાર કરી બમણા ભાવ વસુલાતા હોવાની વાત સામે આવી છે જેમાં ખાસ કરીને વ્યસનીઓ કે જેમને ગુટકા, સિગારેટ, તમાકુ જેવી વસ્તુ વગર ન ચાલતું હોય તેમ બમણા ભાવ વસુલ કરી કેટલાક તત્વો લૂંટ કરતા હોવાની વાત સામે આવી છે.જોકે એમાં ફક્ત વ્યસની ગ્રાહકો જ નહીં બલ્કે નાના વેપારીઓ પાસે પણ માલ ની અછત બતાવી આવી વસ્તુઓના બમણા ભાવ વસુલ કરાય રહ્યા છે.

 સાથે સાથે રાજપીપળા શહેરમાં ફળ,ફ્રુટની લારીઓ લઈ ફરતા વેપારીઓ પણ હાલ દ્રાક્ષ,સફરજન સહિતના ફળ,ફ્રુટના ભાવ વધુ લેતા હોય તેમને પૂછતાં જાણવા મળ્યું કે હોલસેલ વેપારીઓ એજ અચાનક માલની અછત હોય ભાવ વધારો કર્યો છે.ત્યારે લોકડાઉન સમયે હાલ કડબજારીઓ ને ઘીકેળાં હોય એમ લાગી રહ્યું છે. તંત્ર આવા તત્વો વિરુદ્ધ પગલાં લે તેવી લોકમાંગ છે.નહિ તો લોકડાઉન ખતમ થયા બાદ પણ અમુક વસ્તુઓ ના ભાવ નીચે નહિ આવે જેમાં ગ્રાહકો લૂંટાતા રહશે.

(4:34 pm IST)