Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

નર્મદા : જાહેરનામુ અમલમાં હોવા છતા ટોળુ વળી બેસી રહેતા લોકો સાવધાન : પોલીસ કડક કાર્યવાહી કરશે : જો ગુનો દાખલ થશે તો ભવિષ્યમાં નોકરી, પાસપોર્ટમાં તકલીફ પડી શકે છે

આજ સુધી ૨૬ વિરુદ્ધ ગુના નોંધાયા, રોજે-રોજ જાહેરનામા ભંગ બદલ ગુના વધી રહ્યા હોય રખડતા તત્વોએ ચેતી જવા માજ ભલાઈ છે

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા પોલીસ લોકડાઉન માં અત્યારસુધી બહુ ખાસ કડકાઈ વાપરી કાયદાનો કોયડો વીંજતી ન હતી પરંતુ આટ આટલું સમજાવવા છતાં બિન્દાસ રખડતા લોકો સુધરતા ન હોય હવે પોલીસ જાહેરનામાના ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી રહી છે ત્યારે કામ વગર રખડતા તત્વોએ હવે સાવધાન રહેવું પડશે નહિ તો જો ગુનો દાખલ થશે તો નોકરી ની સાથે પાસપોર્ટ કાઢાવવામાં પણ મુશ્કેલી પડે એમ હોય પોતાના ભવિષ્ય અને સ્વાસ્થ્ય બાબતેની ચિંતા કરી હવે સાવચેત રહેવું જરૂરી છે.નહિ તો આવા લોકો મોટી મુશ્કેલી માં મુકાય શકે છે.જાહેરનામાંના ભંગમાં વાહનો ડિટેન થાય છે લોકોની અટક થાય છે છતાં હજુ પોલીસને નરમાઇથી લેતા વ્યક્તિઓ સુધરે તેમાજ તેમની ભલાઈ જણાઈ રહી છે.જાહેરનામાનો ભંગ કરતા ૨૬ લોકો સામે નર્મદા પોલીસે કાયદેસર પગલાં લીધા છે અને હજુ લઈ રહી હોય માટે સાવચેત રહેજો.

(4:32 pm IST)