Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

નર્મદા: તિલકવાડા તાલુકામાં કચરો સાફ કરવા બોલાવી ૬ વર્ષની બાળકીની જાતીય સતામણી : પોસ્કો દાખલ

પરણિત પાડોશી યુવાને બદકામ કરવાના ઇરાદે માસૂમ બાળકી સાથે આ કૃત્ય કરતા પોસ્કોનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાં ૬ વર્ષીય બાળકીને પાડોશી પરણિત યુવાન વિક્રમ મનાભાઇ તડવીએ પોતાના ઘરમાં કચરો સાફ કરવાના બહાને બોલાવી તેની સાથે બદકામ કરવાના ઇરાદે જાતીય સતામણી કરતા આ બાબતે બાળકીની માતાએ યુવાન વિરુદ્ધ તિલકવાડા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે પોસ્કો સહિતની કલમ લગાવી તપાસ હાથ ધરી છે.

(4:30 pm IST)