Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજ્યની જેલમાં રહેલા 1200 જેટલા કેદીઓને બે મહિના પેરોલ અથવા વચગાળાના જામીન અપાશે : મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

કોરોનાવાયરસ સંક્રમણ ની સંભાવના નિવારવા સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ નિર્ણય તબીબી ચકાસણી બાદ જેલ પ્રશાસન ઘરે મોકલવાની વ્યવસ્થા કરશે

અમદાવાદ : રાજ્યની જેલોમાં રહેલા  કેદીઓમાં  કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે

 આ નિર્ણય અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના  કેદીઓને પેરોલ અને કાચા કામના  કેદીઓને  વચગાળાના જામીન ઇન્ટ્રીમ બેલ  બે માસ માટે અપાશે કુલ 1200 જેટલા કેદીઓને આ લાભ અપાશે

આવા કેદીઓનું  તેમને ઘરે મોકલતા પહેલા સંપૂર્ણ તબીબી પરીક્ષણ કર્યા બાદ જો કોઈ કેદી ને  તાવ શરદી જેવા લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરવામાં આવશે 

 આવા કેદીઓને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા જેલ સત્તાવાળાઓ દ્વારા કરાશે

(4:14 pm IST)