Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સુરત મ્‍યુ. કોર્પોરેશન જરૂરીયાતમંદ લોકોને રાશનકીટ માસ્‍ક સેનેટાઇઝરનું વિતરણ કરશે

સુરત : કોરોના વાઇરસને લઈંને એક બાજુ 21 દિવસનું લોકડાઉન છે ત્યારે ગરીબ લોકોને જીવન જરૂરિયાત વસ્તુ માટે રૂપિયા નથી તેવામાં સુરત મહાનગર પાલિકા દ્વારા આવા ગરીબ લોકોને જીવન જરૂરિયાત ની વસ્તુ મળી રહે માટે એક કીટ બનાવી તેમને ઘરે ઘરે પહોચાડવાનું આયોજન કર્યું છે. રોના વાઇરસ ને લઇને 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે ગરીબ લોકો પાસે જીવન જરૂરિયાતની વસ્તુ નથી અને આ વસ્તુ ખરીદવા માટે રૂપિયા નથી  કારણકે રોજગાર બધી રહેતા તેમની હાલત દિવસે દિવસે બગડી રહૈ છે ત્યારે આવા લોકોની મદદ માટે સુરત મહાનગર પાલિકા આવી છે

દરેક કોર્પોરેટરની ગ્રાન્ટ એકત્ર કરી આવા જરૂરિયાત મંથ લોકો માટે મનપા દ્વારા એક અનાજ ની કીટ બનાવામાં આવી રહી છે અને તેમને ઘરે ઘરે જઈને પહોંચાડવાની વ્યવસ્થા પણ મહાનગર પાલિકા કરશે. જોકે મનપા દ્વારા આવી હજારોની સંખ્યામાં કીટ બનાવની લોકોને મદદ કરી આ વાઇરસના સંક્ર્મણથી દૂર રહે અને લોકડાઉં નો અમલ કરે તેવું આયોજન હાલ કરવામાં આવ્યુ છે.

જોકે મહાનગર પાલિકા જેવી સુરત નીઅનેક સેવાભાવી સંસ્થા આગળ આવી લોકોની મદદ કરી રહી .છે જોકે સંવેદના સુરત નામના આ કાર્યક્રમ સુરતના દરેક કૉમ્યુનિટી હોલમાં આ કીટ બનાવામાં આવી રહી છે. અંદાજિત 1 લાખ કરતા વધુ કીટ બનાવામાં આવી છે અને આ કીટ બનાવી મનપા તમામ કર્મચારી સહયોગ આપી રહ્યા છે જોકે આ કીટમાં માસ્ક અને સેનિટાઇઝર પણ આપવામાં આવી રહ્યા છે.

(11:58 am IST)