Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉન ટાણે આદર્શ નિવાસી શાળામાં આશરો લઇ રહેલા 300 શ્રમજીવીઓની નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવાએ મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાઇરસને લઇ દેશભરમાં લોકડાઉન ની સ્થિતિ સર્જાયા બાદ શ્રમજીવી વર્ગ ઉપર સૌથી વધુ અસર થઈ છે ત્યારે રાજપીપળા ખાતે પણ સુરત તરફથી પગપાળા આવેલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છોટાઉદેપુર સહિતના 300 થી વધુ આશ્રિત શ્રમજીવીઓને આદર્શ નિવાસી શાળા ખાતે રાખવામાં આવ્યા છે.નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાને આ બાબતની જાણ થતાં આદર્શ નિવાસી શાળા ખાતે પહોંચી વિવિધ રાજ્યોના લોકોની મુલાકાત લીધી હતી.
 આ અંગે તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી ખૂબ સારી છે જિલ્લા કલેકટર મનોજ કોઠારી સાથે વાત કરતા તેમણે આ તમામ મજૂરોને પોતાના વતન મોકલવા સુવિધા કરી હોવાની પણ વાત કરી હતી ઉપરાંત નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની કામગીરી પણ ખૂબ પ્રશંસનીય છે તેમ જણાવ્યું હતું.

(7:03 pm IST)