Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરતમાં મીની BRTS બસ અચાનક ભડભડ સળગી : બસ બળીને ખાખ

ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચી ગયા

 

સુરતમાં એક મોટી જાનહાની થતા ટળી છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચી ગયા છે. સુરતમાં મીની BRTS બસમાં અચાનક આગ લાગી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી.

 સુરતના સરતહાન વિસ્તારમાં આજે પાલથી કામરેજ જતી એક BRTS મીની બસમાં અચાનક ધુમાડા નીકળતા ડાઇવરે બસને રોડની સાઈડ કરીને બસમાં સવાર તમામ મુસાફરોને બસની નીચી ઉતારી પાડ્યા હતા. જોકે મુસાફર ઉતરતાની સાથે બસ ભડભડ સળગવા લાગી હતી, અને બસમાં ભીસણ આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી

(12:47 am IST)