Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણીનો બેફામ વેડફાટ:રહીશોને ભારે હાલાકી

રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં પાણીનો બેફામ વેડફાટ થયો છે. શહેરના આજવા રોડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. લાઈનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(12:46 am IST)