Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પાટણ પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસરોએ કાળા કપડાં પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો

વર્ગ 1 તથા વર્ગ 2 ના પ્રોફેસરોને આજ દિન સુધી કોઈ લાભ મળ્યો નથી.

પાટણ ખાતે આવેલી પોલીટેકનિક કોલેજ ખાતે તમામ પ્રોફેસરોએ કાળા કપડાં ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. 86 જેટલા કર્મચારીઓએ કોલેજ ખાતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. 

 આ અંગે પ્રોફેસરોમાં કહેવા મુજબ ટેકનિકલ શિક્ષણ આપતી સરકારી પોલીટેક્નિક કોલેજના વર્ગ 1 તથા વર્ગ 2 ના પ્રોફેસરોને આજ દિન સુધી કોઈ લાભ મળ્યો નથી. સરકારમાં અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સરકાર નક્કર પગલાં ભરે તે માટે તબક્કાવાર રણ નીતિ હાથ ધરાશે.

(11:22 pm IST)