Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા : દારૂરાસ અને દારૂથી ન્હાવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

વીડિયો વાયરલ થતા રેન્જ આઈજીએ કચ્છ એસપીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યાં

મુંદ્રા :ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતા દારૂની રેલમછેલ છે રાજ્યમાં દારૂ પીવાય છે. પરંતુ દારૂરાસ અને દારૂથી ન્હાવાનો ટ્રેન્ડ શરૂ થયાનું લાગે છે આવો જ એક વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે અને  આ વીડિયો કચ્છના મુંદ્રાના કાંડાગરા ગામનો હોવાનું મનાય છે

 એક લગ્નમાં યુવાનો લગ્નના જશ્નમાં દારૂની રેલમછેલ બોલાવી રહ્યા છે. એકબીજાને દારૂથી નવડાઈ રહ્યાં છે. તો કોઈ પીવડાવી રહ્યાં છે. વીડિયો વાયરલ થતા રેન્જ આઈજીએ કચ્છ એસપીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યાં છે.

મળતી વિગતો અનુસાર, કચ્છના મુંદ્રા તાલુકાના કાંડાગરા ગામમાં એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતો, જેમાં રાસગરબાની રાત્રે કેટલાક યુવાનો હાથમાં દારૂની બોટલ સાથે ગરબે ઝુમી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાહાકાર મચી ગયો છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતા, આ રીતે લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ દારૂની પાર્ટી થઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીની પોલ ખુલી ગઈ છે, જેને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

 દારૂબંધીના છોતરા ઉડાડતા આવા લોકો સામે કડક કાર્યવાહી નહીં થાય તો કચ્છ સહિત ગુજરાતમાં ફરીથી કોઈ ડર વગર આવી ઘટનાઓ સામે આવતી રહેશે અને દારૂબંધીના કાયદાને મજાક ઉડાવનારઓને પણ વેગ મળશે.

(9:34 pm IST)