Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શંખેશ્વરમાં રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર અને નર્મદા નિગમના સંયુક્ત ઉપક્રમે બાયોગેસ અંગે માહિતી-માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહયોગથી રિન્યુએબલ એનર્જી અંતર્ગત કાર્યક્રમમાં ટેક્નિકલ પાસાની સમજણ અપાઈ

શંખેશ્વર ૧૦૮ જૈન મંદિરના મિટિંગ હોલમાં રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર તેમજ નર્મદા નિગમના સંયુક્ત ઉપક્રમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહયોગથી રિન્યુએબલ એનર્જી અંતર્ગત બાયોગેસ બાબતે માહિતી અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો

  આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના શંખેશ્વર અને સમી તાલુકામાં અમલીકરણ થઇ રહેલ તેલિયાક્ષાર ગ્રસ્ત વિસ્તારમાં સર્વાંગી કૃષિ વિકાસ કાર્યક્રમ અંતર્ગત તેલિયાક્ષાર વાળી જમીનને ફળદ્રુપ બનાવવા માટે વિવિધ કામગીરી થઈ રહી છે જેના ભાગરૂપે બાયોગેસ બનાવી તેને ઘર વપરાશ માં ગેસનો ઉપયોગ કરી તેની સ્લરી માંથી ગુણવત્તા યુક્ત ખાતર બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું
 આ કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના અધિકારીઓ દ્વારા બાયોગેસ દ્વારા થતા લાભ બાયોગેસ બનાવવાની રીત તેમાં જરૂરિયાતની સાધન સામગ્રી તેમજ બાયોગેસ ને લગતી સરકારી યોજનાઓ ની માહિતી આપવા સાથે તેના ટેકનિકલ પાસા ની સમજણ આપેલ હતી
સરદાર સરોવર નર્મદા નિગમ ના ખેતીવાડી વિભાગના અધિકારી મારવીયા દ્વારા આ વિસ્તારમાં તેલિયાક્ષાર ના નિયંત્રણ માટે જમીનને ફળદ્રુપ બનાવવા માટે વિવિધ કામગીરીની માહિતી આપવા સાથે આ જમીનમાં ઓર્ગેનિક ખાતરો ની જરૂરિયાત અને ગુણવત્તાયુક્ત ખાતર બનાવવા માટેના વિવિધ પહેલુઓ ની વિગતવાર સમજ આપી ખેડૂતોએ આ બાબતે જાગૃત થવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્વા સાથે વર્મિ કમ્પોસ્ટ માધ્યમ કલ્ચર ડી કંપોસર કંપોસ્ટ પિટ અમૃત જળ જલામૃત બેક્ટેરિયા નો ઉપીયોગ કરી આપણા ઉકરડાઓને પકવેલા ખાતર માં પરિવર્તિત કરી ને ખેતરમાં અપિયોગ કરવા અને વધુ માં વધુ બાયોગેસ બનાવવા ખેડૂતો ને ભલામણ કરેલ  હતી
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સકસેના સાહેબ ડીન રિન્યુએબલ એનર્જી કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા,  મોદી સાહેબ અધ્યાપક રિન્યુએબલ એનર્જી કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, એન એન દેસાઈ સહ અધ્યાપક રિન્યુએબલ એનર્જી, મારવીયા સાહેબ ડાયરેક્ટર એસ એસ એમ એન એગ્રીકલ્ચર ગાંધીનગર. સર્વદમન જોષી સાહેબ નાયબ ખેતી નિયામક પાટણ ખેડૂત આગેવાન રામ ભાઈ સિંધવ અને જગમાલભાઈ આયૅ, તેમજ રીલાયન્સ ફાઉન્ડેશન ના  જયરામભાઈ રબારી વ્રજલાલ રાજગોર સાથે ૧૮ ગામો ના 70 ખેડૂતો  તેમજ  દાંતીવાડા યુનિવર્સિટી ના 50 વિદ્યાર્થીઓ હાજર રહેલા એવું રીલાયન્સ ફાઉન્ડેશન ના ટીમ લીડર નિરપત સિંહ કિરાર ની યાદીમાં જણાવેલ છે

(7:13 pm IST)