Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ખંભાત તાલુકાના નાના કલોદરામાં દૂધ ભરવાની બાબતે થયેલ સામાન્ય બોલાચાલીની રીસ રાખીને એક શખ્સને અપમાનિત કરી ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ દાખલ

ખંભાત: તાલુકાના નાના કલોદરા ગામે દૂધ ભરવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીની રીસ રાખીને એકને હોકી તેમજ ડોલકાથી માર મારીને અપમાનિત કરતાં અંગે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર નાના કલોદરા ગામે રહેતા અશોકભાઈ મારવાડી (વણકર)ગત ૨૫મી તારીખના રોજ દૂધ ભરવા માટે ગયા હતા જ્યાં ધ્રુમીલ ઉર્ફે ધમો વિઠ્ઠલભાઈ પટેલ પણ દૂધ ભરવા આવ્યા હોય અશોકભાઈએ તુ કોનું દુધ ભરવા માટે આવ્યો છું તેમ પૂછતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમ્યાન સાંજના સુમારે અશોકભાઈના ભાઈ અરવિંદભાઈ પત્ની સાથે બાઈક પર પેટ્રોલ પુરાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે નવાપુરા પાટીયા પાસે રજનીકાન્ત ઉર્ફે જેઠો -મણભાઈ પટેલે તેને રોક્યો હતો અને ધ્રુમીલ સાથે કેમ બોલાચાલી કરી હતી તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો અને પોતાની પાસેની હોકી પગના ભાગે મારી દીધી હતી. ધ્રુમીલ પણ સ્ટીલની બરણી લઈને આવી ચઢ્યો હતો અને માથાના ભાગે મારી દીધી હતી.

(5:39 pm IST)