Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મહેમદાવાદના સરસપુરમાં મહિલાને બેભાન કરી 86હજારની લૂંટ ચલાવી ચાર ગઠિયા છૂમંતર......

મહેમદાવાદ :તાલુકાના સરસપુર ગામની સીમમાં રહેતો એક પરિવાર મકાનની બહાર પાન-મસાલાનો ગલ્લો ખોલી ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરે પરિવારની મહિલા ઘરે એકલી હોઈ તેણે પોતાની દોઢ વર્ષીય પુત્રીને ઘોડીયામાં સુવડાવી ગલ્લો ખોલ્યો હતો. તે વખતે ગાડીમાં આવી ચડેલાં ચાર અજાણ્યાં લુંટારૂઓએ મકાનમાં પ્રવેશી બાળકીનો કબજો લઈ મહિલાને ધાકધમકી આપી બેભાન કરી મકાનમાંથી રૂ.૮૬ હજારની સનસનાટીભરી લૂંટ કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. અંગે પોલીસે હાલમાં ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના સરસવણી તાબે સરસપુર ગામની સીમમાં અલ્પેશકુમાર માધુભાઈ ડાભી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ પોતાના ઘર આગળ પાન-મસાલા તેમજ કરિયાણાનો ગલ્લો ખોલ્યો છે. જેમાં પરિવારના સભ્યો વારાફરતી બેસી ધંધો ચલાવે છે. ગતરોજ અલ્પેશભાઈની zપિતરાઈ બહેનનું શ્રીમંત હોઈ તેઓ તેમાં હાજરી આપવા માટે મોદજ ગામે ગયાં હતાં. તેમજ તેમના માતા-પિતા પલાસા ગામે સબંધીને ત્યાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયાં હતાં. જેથી ઘરમાં અલ્પેશભાઈની પત્ની સંગીતાબેન અને તેમની દોઢ વર્ષીય પુત્રી માહી એકલા જ હતાં. ઘરકામમાંથી પરવારી ગયા બાદ દોઢેક વાગ્યાના અરસામાં સંગીતાબેન પુત્રી માહી ને ઘરની ઓસરીમાં ઘોડીયું મૂકી તેમાં સુવડાવી તેઓ ગલ્લા પર ધંધો ચલાવવા બેઠાં હતાં.

(5:38 pm IST)